ચટપટા પોટેટો બોલ
સામગ્રી : ૪ નંગ બટાકા, અડધી ટી. સ્પૂન બટર, ૩ ટે. સ્પૂન સમારેલા લીલા કાંદા, ૧ ટે. સ્પૂન ક્રીમ (દૂધની મલાઈ), મીઠું, મરી, ૩ નંગ લીલા મરચાં, ૧ ટે. સ્પૂન સમારેલી કોથમીર, પોણો કપ વ્હાઇટ સોસ, Ol કપ બાફેલા લીલા વટાણા, ૧ ટી. સ્પૂન ખાંડ, ૧ ટે. સ્પૂન મેંદો, થોડો ટોસ્ટનો ભૂકો, તળવા માટે તેલ, ૧ ટે. સ્પૂન છીણેલું ચીઝ.
રીત : (૧) બટાકાને બાફી, છોલી, માવો કરવો. (૨) લીલા મરચાંને બારીક સમારવા, (૩) બટાકાના માવામાં ક્રીમ, બટર, લીલા કાંદા, અડધા ભાગના સમારેલા મરચાં તથા કોથમીર નાંખવા. (૪) પ્રમાણસર મીઠું, થોડી ખાંડ તથા મરી નાંખવા. (૫) બરાબર હલાવી તેનાં ગોળા વાળવા. સહેજ ચપટા દબાવવા. (૬) મેંદામાં પાણી નાંખી પાતળું ખીરૂં બનાવવું. (૬) ગોળા તેમાં બોળી ટોસ્ટના ભૂકામાં રગદોળવા.
(૭) બધા જ ગોળા આ પ્રમાણે તાયાર કરી તેમને તેલમાં આછા ગુલાબી તળવા. (૮) એક બેકીંગ ડીશમાં બટર લગાવી તળેલા બોલ્સને લાઈનસર ગોઠવવા. (૯) બાફેલા વટાણાનો માવો કરી વ્હાઈટ સોસમાં ભેળવવો. (૧૦) તેમાં મીઠું, મરી, બાકીના સમારેલા મરચાં તથા ખાંડ નાંખવા. (૧૧) સોસ બરાબર હલાવવો, આછા લીલા રંગનો બનશે. (૧૨) બેકીંગ ડીશમાં બટાકાના બોલ્સ ઉપર થોડો થોડો રેડી, ઉપર છીણેલું ચીઝ ભભરાવી તેને ગરમ ઓવનમાં બેક કરવા મૂકવી. ૧૦ મિનિટ બાદ બહાર કાઢી લેવી. ટમાટો કેચપ સાથે ખાવાના ઉપયોગમાં લઇ શકાય.
મિત્રો આ રેસિપી પસંદ આવી હોય તો મીત્રો સાથે શેર કરો અને આવીજ અવનવી વાનગીઓ રેસિપી વાંચવા કમેન્ટ કરીને અમને જણાવજો
Thank you for reading this post, don't forget to subscribe!