ભાખરવડી બનાવવા માટેની સૌથી સરળ રેસિપી નોંધી લો

ભાખરવડી બનાવવા માટેની સૌથી સરળ રેસિપી નોંધી લો

ભાખરવડી બનાવવા માટે જરૂરી સામગ્રી :

  • ૧ વાડકી ચણાનો લોટ,
  • પા વાડકી ઘઉંનો લોટ,
  • અડધી વાટકી ચણાનો કકરો લોટ,
  • અડધી વાટકી ચણાના લોટની ઝીણી સેવ,
  • ૨ ટે. સ્પૂન સૂકા કોપરાનું છીણ,
  • ૧ ટી. સ્પૂન તલ,
  • ૧ ટી. સ્પૂન ખસખસ,
  • ૧ ટી. સ્પૂન ગરમ મસાલો,
  • મીઠું, લાલ મરચું,
  • ૧ ટી. સ્પૂન ખાંડ,
  • દોઢ ટી. સ્પૂન આમચૂર પાવડર,
  • મ્હોણ માટે તેમજ તળવા માટે તેલ,
  • ૨ ટે. સ્પૂન શીગદાણા,
  • ૧૦ કળી લસણ, ગોળ.

ભાખરવડી બનાવવા માટેની રીત :

આ પણ વાંચો :

ચણાનો લોટ તથા ઘઉંનો લોટ ભેગાં કરી મીઠું તથા હળદર નાખવા. હવે તેમાં મ્હોણ નાખી લોટ બાંધી બાજુએ રહેવા દેવા. (૨) શેકેલા શીંગદાણા, લસણ મીઠું, મરચું તથા ગોળ ભેગા કરી પાણી નાખી સામાન્ય પાતળી ચટણી વાટવી. (૩) થોડું તેલ મૂકી ચણાના કકરા લોટને બરાબર શેકવો. તેમાં સવનો ભૂકો નાખી બરાબર ભેળવવું. (૪) કોપરું, તલ તથા ખસખસને શેકવા, ચણાનો લોટ – સેવના મિશ્રણમાં નાખવા. (૫) મીઠું ગરમ મસાલો, આમચૂર તથા ખાંડ નાખી બરાબર હલાવી પુરણ તૈયાર કરવું. (૬) કણકમાંથી પાતળો, મોટો રોટલો વણવો. તેના ઉપર તૈયાર કરેલી ચટણી લગાવવી. (૭) ત્યારબાદ પુરણ પાથરવું અને હાથ વડે બરાબર દબાવી દેવું. (૮) તેનો સખત વીટોં વાળી જરા ચપટો બનાવવો. (૯) ધારદાર ચપ્પા વડે તેના કટકા કરવા. દરેક કટકાને સરખો દબાવવો. ધીરા તાપે તેલમાં બધા કટકા તળવા. ગુલાબી રંગના થાય એટલે બહાર કાઢી લેવા બધા જ રોટલા વણી આ પ્રમાણે ભાખરવડી બનાવવી.

તો તૈયાર છે ટેસ્ટી ભાખરવડી જો તમને રેસિપી પસંદ આવી હોય તો ઘરે જરૂર બનાવજો અને મિત્રો સાથે શેર કરજો તમારે મનગમતી રેસિપીની રીત મેળવવા માટે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment