શાહી સમોસા બનાવવા માટેની રેસીપી જરૂર વાંચો અને મિત્રો સાથે શેર કરો

શાહી સમોસા બનાવવા માટે જરૂરી સામગ્રી

_સામગ્રી :

  • મકાઈનો લોટ ૩૦૦ ગ્રામ,
  • મંદો ૩૦૦ ગ્રામ,
  • સોયાબીન લોટ ૧૦૦ ગ્રામ,
  • લીલા વટાણા ૧૦૦ ગ્રામ,
  • વનસ્પતિ ઘી ૨૦૦ ગ્રામ,
  • વાટેલા આદુ મરચાં અને લસણ ૫૦ ગ્રામ,
  • પોઇના પાંદડા ૨૧ નંગ,
  • ટૂથ પીક ૨૧ નંગ
  • દ્રાક્ષ ૫૦ ગ્રામ,
  • કાજુ ૩૦ ગ્રામ,
  • બેકિંગ પાવડર – ૧ ગ્રામ (ચપટી),
  • મરી ૩૦ ગ્રામ,
  • આખા સૂકા લાલ મરચાં ૩ નંગ,
  • રાઇ ૩ ગ્રામ,
  • હીંગ ૧ ગ્રામ,
  • હળદર ૧ ગ્રામ,
  • સ્વાદ મુજબ મીઠુ,
  • તેલ ૫૦૦ ગ્રામ.

શાહી સમોસા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ મંદો અને સોયાબીન લોટને ચાળી લો. તેમાં બેકિંગ પાવડર, મીઠું, ખાંડીને મરી અને મુઠ્ઠી પડતું મોણ નાંખો અને કડક કણક બાંધો.

મકાઇનો લોટ લઇ તેને પાણીમાં પલાળો. કઢાઇમાં તેલ મૂકો રાઇ, હીંગ અને આકા મરચાંનો વઘાર કરી તેમાં લીલા વટાણા નાંખો. તેના ઉપર મકાઇની ખીરૂ રેડો, તેમાં આદુ, મરચાં અને લસણ વાટીને નાંખો. સ્વાદ મુજબ મીઠું અને હળદર નાંખો અને સતત હલાવતા રહો. તેમાં દ્રાક્ષ નાંખો. ધીમા તાપે આંચ ચઢવા દો. ઉપમા જેવું છૂટું થઇ જાય ત્યાં સુધી સીઝવા દો.

પોઇના એક સરખા મોટા પાંદડા લઇ તેને ધોઇ નાંખો, ત્યારપછી ચોરસ આકારમાં કાપી લો. મેંદાના લોટમાંથી પોઇના પાંદડાંથી થોડા મોટી સાઇઝની પૂરી વણી લો અને તેને પણ પોઇના પાંદડાના માપ પ્રમાણે કાપી લો. હવે પોઇના પાંદડામાં મકાઇનું ખીચું ભરી, કાજુનું કતરણ ભભરાવી તેની ચોરસ કે ત્રિકોણ ઘડી કરી લો. તેને મેંદાની પૂરી ઉપર મૂકી ઘડી પાડી તેને ટૂથ પીક લગાડી દો. આ રીતે બધા સમોસા તૈયાર કરી તળી લો અને ગરમા ગરમ સર્વ કરો તેની જોડે ટામેટા સોસ કે ચટણી મૂકો.

મિત્રો જો તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો નીચે આપેલ કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો પોસ્ટને લાઈક કરજો અને શેર કરજો ન્યુ ધન્યવાદ

આ પણ વાંચો

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment