મકાઈના લોટનું ખીચું | corn khichu | શિયાળાનું સરસ નાસ્તો મકાઈનું ખીચું | makai khichu
સામગ્રી:
૧ વાટકી ચોખાનો લોટ
અડધી વાટકી બાફેલી મકાઈ
૧ નંગ લીલું મરચું કોથમીર,
તેલ મેથીયો મસાલો
મીઠું, જીરું
રીતઃ સૌ પ્રથમ એક તપેલીમાં પાણી ને નાખો. હવે તપેલીને ગેસ પર ગરમ કરવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં લીલાં મરચાં નાનાં કટકા કરી નાખો, ઝીણી સમારેલી કોર્ન ખીચુ કોથમીર, મીઠું જીરું અને છેલ્લે બાફેલી મકાઈ નાખી દસ મિનિટ ઊકળવા દો. હવે ધીમેધીમે તેમાં ચોખાનો લોટ ઉમેરતાં જાવ. ગેસ ધીમો કરી મિશ્રણને એક સરખું હલાવો. હવે પાંચ મિનિટ ઢાંકીને સીજવવા દો. ગેસ બંધ કરી, ખીચાને એક પ્લેટમાં કાઢી લો. તેમાં તેલ નાખી સરખી રીતે મસળી લો. હવે ગરમ ગરમ કોર્ન ખીચુ ને તેલ અને મેથીયા મસાલા સાથે સર્વ કરો.
શિયાળામાં ગરમ ગરમ ખીચું ખાવાની ખુબ મજા આવે છે આ રેસીપી સારી લાગે તો મિત્રો સાથે જરૂર શેર કરજો અને આવી જ અવનવી રેસીપી મેળવવા માટે કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો
Thank you for reading this post, don't forget to subscribe!