કબજિયાતની ફરિયાદને દૂર કરવા માટે દહીંમાં ભેળવીને ખાઓ આ એક વસ્તુ અને તમને ઘણા સ્વાસ્થ્ય લાભ મળશે

સવાર-સવારમાં બરાબર રીતે પેટ સાફ થાય તો, આખો દિવસ તમે તાજગી અને અને હળવાશ અનુભવો છો. જો કે, આજની લાઈફસ્ટાઈલમાં ભોજનમાં અનિયમિતતા, ભાગદોડવાળું જીવન, રોજ સવારે તમારી માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. કબજીયાતથી મોટી ઉમ્રના માણસો જ નહીં, પરંતુ યુવાનો અને બાળકો પણ પરેશાન રહે છે પરંતુ જો તમે થોડીક સાવધાની રાખો, તો ચોક્કસથી આ પીડામાંથી છુટકારો મેળવી શકો છો. કબજીયાત એક સામાન્ય સમસ્યા છે, જે ક્યારેક ભોજનની ખોટી આદતોને કારણે પણ થાય છે. કબજીયાતના કારણે તમે ઓફિસની જરૂરી મિટિંગ પણ મિસ કરી શકો છો. આથી આજે અમે તમને કબજીયાત થવાના કારણો, અને તેને દૂર કરવાના ઘરેલૂં ઉપાયો બતાવી રહ્યા છીએ. જેનાથી ગમે તેવી કબજીયાત હોય તમને ચોક્કસથી રાહત મળશે અને આ માટેની સામગ્રી તમને તમારા રસોડામાં જ સરળતાથી મળી રહેશે. સૌપ્રથમ આપણે જાણી લઈએ

કબજિયાત થવાના કારણો શું છે.

ભોજનમાં ફાયબરનો અભાવ , શરીરમાં પાણીની અછત , ઓછું ચાલવું કે ઓછું કામ કરવું, કોઈ પણ પ્રકારની શારીરિક મહેનત ન કરવી , કેટલીક દવાઓનું સેવન કરવું , મોટા આંતરડામાં કોઈ ઈજાને કારણે કે આંતરડામાં કેન્સર , થાયરોઈડ હોર્મોનનું ઓછું બનવું , કેલ્શિયમ અને પોટેશિયમની અછત , ડાયાબિટિસના દર્દીઓમાં પાચન સંબંધી સમસ્યાઓ , ચા, કોફીનું વધુ સેવન કરવાથી, ધ્રૂમપાન કરવાથી કે દારૂ પીવાથી , યોગ્ય સમયે ભોજન ન લેવાથી

કબજિયાતથી રાહત મેળવવા માટે

દહીંનું રોજ સેવન કરવાથી શરીરની રોગો સામે લડવાની ક્ષમતા વધે છે. અજવાળને દહીંમાં ભેળવીને પીવાથી કબજિયાત મટે છે. ઉનાળાની ઋતુમાં દહીંની છાશ કે લસ્સી પીવાથી પેટની ગરમી ઠંડક થાય છે. જો તમે તેને પીને બહાર નીકળો છો તો ગરમીથી પણ રક્ષણ મળે છે. દહીં પાચન ક્ષમતા વધારે છે. દહીંમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેને રોજ ખાવાથી પેટના ઘણા રોગો દૂર થાય છે. દહીંનું દૈનિક સેવન શરદી અને શ્વસન માર્ગના ચેપને અટકાવે છે. અલ્સર જેવા રોગોમાં દહીંનું સેવન વિશેષ લાભ આપે છે. મોઢામાં ફોલ્લા હોય તો દહીંનો કોગળા કરવાથી ફોલ્લા મટે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment