સામગ્રી :
૧૦ અડદના પાપડ , ૫૦૦ ગ્રામ લીલા વટાણા , ૨૫૦ ગ્રામ બટાકા , ૨ ચમચી મેંદો , ૧ ચમચી તલ , ૧ ચમચી ગરમ મસાલો , ૧ ચમચી મરચું પાવડર, લીલા ધાણા , ૧ લીંબુ , મીઠું , ખાંડ , તેલ , તજ , લવિંગ , ૧૦૦ ગ્રામ કોપરાનું છીણ
બનાવવાની રીત :
લીલા વટાણાને મિક્સરમાં ક્રશ કરીને જાડો ભુક્કો બનાવો . બટાકાને બાફી , છોલી , ખૂબ ઝીણા કટકા કરો . એક વાસણમાં થોડું તેલ મૂકી તેમાં તજ – લવિંગનો વઘાર કરો . વટાણાનો ભુક્કો નાંખીને ધીમા તાપે રાખી ઢાંકણ ઢાંકવું . વટાણા બફાય એટલે બટાકા , મીઠું , મરચું , ખાંડ અને ગરમ મસાલો નાંખી હલાવી ઉતારી લેવું . તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા નાંખો .
ત્યારબાદ પાપડને પાણીથી ભીના કરી લો. તે નરમ થાય એટલે તેના બે કટકા કરો . તેના ઉપર વાટેલો લીલો મસાલો લગાવો . તેમાંથી એક કટકો લઈને કોન વાળી તેમાં વટાણાનો મસાલો ભરીને ત્રિકોણ આકારમાં વાળો . આજુબાજુની કિનાર મેંદામાં પાણી નાંખીને પાતળું ખીરું બનાવી તેનાથી ચોંટાડી લો . પછી તેલમાં સમોસા તળી લો . તેને લસણની કે લીલી ચટણી સાથે સર્વ કરો .
Thank you for reading this post, don't forget to subscribe!