ડુંગળી અને બટાકાને અંકુરિત થતા અટકાવવા માટે અપનાવો આ ઘરગથ્થુ ટિપ્સ

કેટલીક વાર એવું બને છે કે, એક સાથે ડુંગળી અને બટાકા ખરીદવાના કારણે અને સારી રીતે ન રાખવાના કારણે બટાકા અને ડુંગળી અંકુરિત થઈ જાય છે. અંકુરિત થઈ જવાના કારણે કેટલીક મહિલાઓ તો તેનો ઉપયોગ પણ કરતી નથી. આવું એટલા માટે થાય છે કારણ કે બટાકા અને ડુંગળીને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તે વિશે જાણકારી હોતી નથી.

તો ચાલો જાણીએ કેવી રીતે ડુંગળી અને બટાકાને અંકુરિત થતા અટકાવવા.કદાચ તમે વિચારી રહ્યા હશો કે, બટાકા અને ડુંગળીને અંકુરિત થતાં અટકાવવા માટે પેપર કેવી રીતે હેલ્પ કરી શકે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કેટલીક મહિલાઓ કાગળના પડીકા વાળીને તેમાં ડુંગળી અને બટાકાને રાખે છે. પડીકું વાળીને તેમાં ડુંગળી અને બટાકા રાખવાથી તે ક્યારેય અંકુરીત થતાં નથી. જો તમે પણ ડુંગળી અને બટાકાને અંકુરિત થતાં બચાવવા માંગો છો, તો તમે પડીકાનો ઉપયોગ કરી શકો છો. તમે પેપરમાં પણ લપેટીને રાખી શકો છો.

કદાચ તમને ખબર હશે, જો નથી તો, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે બટાકા અને ડુંગળીને ગરમી વાળી જગ્યા પર સ્ટોર કરવાથી અથવા તો રાખવાના કારણે જ તે અંકુરિત થઈ જાય છે. ધીમે ધીમે ગરમીની ઋતુ આવી રહી છે, તેવામાં ડુંગળી અને બટાકાને તમે એવી જગ્યાએ સ્ટોર કરો કે જ્યાં વધારે ગરમી ન હોય અને તે જ્ગ્યા હમેંશા ઠંડી જ હોય. અને એવી જગ્યા પર પણ રાખો કે જ્યાં હવાની અવરજવર થતી હોય. હવા ન લાગવાને કારણે તેમાં ફૂગ પણ થઈ શકે છે.કેટલીક એવી મહિલાઓ હોય છે, જે કોઈ પ્લાસ્ટિકની થેલી અથવા બેગમાં બટાકા અને ડુંગળીને ખરીદીને લાવે છે, અને તેને તે જ બેગમાં અથવા તો પ્લાસ્ટિકની થેલીમાં જ રહેવા દે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, પ્લાસ્ટિકની થેલી અથવા બેગમાં ડુંગળી અને બટાકાને રાખવામાં આવે છે, તો તે અંકુરિત થઈ જાય છે. તેથી તમે ડુંગળી અને બટાકાને ક્યારેય પણ આ વસ્તુમાં સ્ટોર ન કરો. પરંતુ તેને સ્ટોર કરવા માટે તમે સુતરાઉ કાપડનો ઉપયોગ કરો. સુતરાઉ કાપડમાં રાખવાથી ડુંગળી અને બટાકા ક્યારેય પણ અંકુરિત નહિ થાય.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment