સામગ્રી
- આમળા – 10
- પાણી – 1 કપ
- ખાંડ – ½ કપ
બનાવવાની રીત
- આમળાને સારી રીતે ધોઈને સૂકવી લો, ત્યાર બાદ એક પેનમાં પાણી ગરમ કરો અને તેમાં એક ઊભરો આવવા દો.
- હવે તેમાં આંબળા નાખો અને તેને ત્યાં સુધી ઉકાળો કે જ્યાં સુધી આમળા નો રંગ થોડો બદલાઈ ના જાય.
- જ્યારે આપણા નરમ થઈ જાય ત્યારે તેને ગેસ પરથી નીચે ઉતારી લો અને તેને ઠંડા થવા માટે મૂકો.
- હવે આમળાની નાના ટુકડામાં તોડી લો, ત્યારબાદ તેના બીજ દૂર કરીને આમળાના દરેક ટુકડા ને એક વાડકામાં ભેગા કરો.
- ત્યારબાદ આમળાને ઉપરથી ખાંડ નાખીને ઢાંકો અને ઢાંકણ લગાવી લો.
- તેને ત્રણ દિવસ સુધી રહેવા દો તમે જોશો કે ખાંડ ઓગળી ને પ્રવાહી સ્વરૂપે થઇ ગઇ છે.
- ચાસણીમાં રહેલ આંબળા ના ટુકડા ને બહાર કાઢીને બે દિવસ સુધી સૂકવવા મૂકો.
- હવે જ્યારે લગભગ આમળાની કેન્ડી બનીને તૈયાર થઇ ગઇ છે ત્યારે તેમાં દળેલી ખાંડ નાખો અને એક એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.
- જો તમને આમળાની નમકીન ચાસણી જોઈએ છે તો જીરું સંચળ આદુનો પાવડર બનાવો અને આમળાની ઉપર છાંટો અને તેને એક એરટાઈટ ડબ્બામાં ભરો.
Thank you for reading this post, don't forget to subscribe!