
સામગ્રી
- 2 ચમચી માખણ
- 1 ચમચી બારીક કાપેલું લસણ
- 1 ચમચી બારીક કાપેલું આદુ
- 1 નાની બારીક કાપેલી ડુંગળી
- 1/4 કપ બારીક કાપેલી કોબીઝ
- 1/4 કપ બારીક કાપેલું ગાજર
- બારીક સમારેલું કોથમીર
- 1 લીંબુ નો રસ
- 3 કપ વેજિટેબલ સ્ટોક
- 1/2 ચમચી મરી પાવડર
- નમક સ્વાદાનુસાર
- 1 ચમચી કોર્નફ્લોર
- સમારેલી લીલી ડુંગળી જરૂરિયાત મુજબ
બનાવાની રીત:
- એક વાસણ માં માખણ ગરમ કરી તેમાં લસણ, આદુ અને ડુંગળી નાખો. 2 મિનિટ સાંતળી તેમાં ગાજર અને કોબીઝ નાખો.
- થોડી વાર પછી વેજિટેબલ સ્ટોક નાખી થોડીવાર માટે ઉકળવા દો .
- ત્યારબાદ કોથમીર , લીંબુ ,નમક અને કાળી મરી નાખી ઉકળવા દો.
- જરૂરત હોય તો પાણી ઉમેરો
- હવે કોર્નફ્લોર ને પાણી માં પેસ્ટ બનાવી તેને સૂપ માં ઉમેરો
- જ્યારે સૂપ ઘટ થાય ત્યારે ગેસ બંધ કરી દો.
- ગરમા ગરમ સૂપ ને સર્વિંગ બાઉલ માં કાઢી લીલી ડુંગળી નાખી સર્વ કરો.
Thank you for reading this post, don't forget to subscribe!