ગોળ ખાવાના છે અનેક ફાયદાઓ અસિડીટી થી લઇ ડાયાબીટીસમાં છે ફાયદાકારક

મોટાભાગના લોકો સવારની શરૂઆત ચાથી કરતા હોય છે. તમને તે પણ જણાવીએ કે તે સવારે ચા પીવા થી દાત પણ ખરાબ થાય છે, સવારે ઊઠીને બ્રશ કર્યાં પહેલાં ખાલી પેટે ગોળ તથા ગરમ પાણી પીવાથી અનેક ફાયદા થાય છે. આનાથી તબિયત પણ સારી રહે છે. પાચનતંત્ર પણ સારું રહે છે અને ઠંડીમાં તો આ ઘણું જ ફાયદાકારક છે. ગરમ પાણી પીવા થી પાચન તંત્ર ખુબ સારું રહે છે.

ગોળ ખાવા થી શરીર માં શક્તિ આવે છે, એક રીતે ગોળ આયુર્વેદના ગુણોની જેમ છે. જો બ્રશ કર્યાં વગર ગોળ તથા ગરમ પાણી પીવામાં આવે તો શરીરમાં ઘણી જ શક્તિ આવે છે.જે તમારો થાક દુર કરે છે .જેમકે તે લોહી સાફ રાખે છે.શરીર માં નવું લોહી બને છે અને હૃદયરોગની બીમારીઓ હંમેશાં દૂર રહે છે.

ઘણી વાર જોયું હશે કે જે લોકો ને હાડકા ના અમુક પ્રોબ્લમ હોય તો તે લોકો ને ગોળ ખાવા ની સલાહ આપવા માં આવે છે, અને તે આ ઉપરાંત ગોળ ખાવાથી આખો દિવસ શરીરમાં એનર્જી લેવલ રહે છે અને થાક પણ લાગતો નથી. ગોળ ખાવાથી શુગર લેવલ પણ વધતું નથી.જે લોકોને ભોજન સરળતાથી પચતું ના હોય તેમના માટે ગોળ તથા ગરમ પાણી દવા જેવું કામ કરે છે.આ સાથે જ કબજિયાત, ગેસ, એસિડિટી જેવી સમસ્યામાંથી રાહત મળે છે.

દૂધ માં ગોળ નાખી ને પીવા થી શરીર ના હાડકા મજબુત થાય છે, ગોળ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરે છે. હાઈ બ્લડ પ્રેશર જેને રહેતું હોય તેમણે રોજ ગોળ ખાવો જોઈએ. ગોળમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ તથા ફાસ્ફોરસ હોય છે. આ બંનેથી હાડકાંઓ મજબૂત રહે છે. ગોળની સાથે આદુ ખાવાથી ઘુંટણના દુખાવામાં રાહત મળે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment