બપોરના ભાત વધ્યા છે તો ફેકી ના દેતા આ રહી નવી રેસીપી ફટાફટ વાચી લો

સામગ્રી

૧ વાટકો વધેલા ભાત

૧ વાટકી સમારેલા ગાજર

૧ નંગ ડુંગળી સમારેલી

૧ વાટકી સમારેલી પાલક

૧ વાટકી બાફેલા મકાઈ ના દાણા

૧ વાટકી સમારેલી કોબીજ

૧ ચમચી સમારેલા લીલાં મરચાં

૧ વાટકી કોથમીર

મીઠું સ્વાદ અનુસાર

૧ ચમચી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ મિક્સ માં

૩ ચમચી ચોખા નો લોટ

૨ ટી સ્પૂન પાણી

૧ ટી સ્પૂન આદું ઝીણું વાટેલું

૧ વાટકી સમારેલા કેપ્સીકમ

ચીઝ ની નાની સ્ટીક

૧/૨ ટી સ્પૂન મરી પાવડર

તેલ તળવા માટે

બનાવવાની રીતઃ

એક મોટા બાઉલમાં ભાત લો હવે તેને હાથ વડે છુંદી નાખો,હવે તેમાં ૩ ચમચી ચોખા નો લોટ નાખો લોટ નાખ્યા પછી ૨ ચમચી જેટલું પાણી નાખી લોટ અને ભાત એકદમ મિક્સ કરી લો.

હવે તેમાં ગાજર,કોબીજ,પાલક, આદું, કેપ્સીકમ,કોથમીર, ડુંગળી,લીલાં મરચાં, બાફેલા મકાઈ ના દાણા, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ, મીઠું સ્વાદ અનુસાર,મરી પાવડર આ બધું અંદર નાખો અને મિક્સ કરો

હવે હાથમાં તેલ લગાવીને થોડું સ્ટફિંગ હાથ માં લો અને લાંબો શેપ્ આપો અને વચ્ચે ચીઝ ક્યૂબ મૂકી પૂરું પેક કરી દો ,ધ્યાન રાખવું કે તેમાં એક પણ ક્રેક ના રેવી જોઈએ હવે તેને સ્ટીક જેવો શેપ આપી આ રીતે બધી સ્ટીક તૈયાર કરી લો.

હવે તેલ ગરમ થાય એટલે મીડિયમ તાપ પર લાઈટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.તો તૈયાર છે ચીઝી રાઈસ સ્ટીક.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment