ફણગાવેલા કઠોળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરને પ્રોટીન, પોટેશિયમ અને વિટામીન જેવા પોષક તત્વો મળે છે. ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરને તાકાત મળે છે. એટલે જો તમારું શરીર નબળું હોય તો તમારે ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ. જાણો કઈ રીતે મગ ફણગાવી ખાવા
મગને એક વાસણમાં લઈને એને ગરમ પાણીમાં પલાળી દો. 8 કલાક પલળે એ પછી આ મગને એક જારીવાળા વાસણમાં કાઢીને તેને ભીના કપડા માં વીટી દો અને આખી રાત રહેવા દો. સવાર સુધીમાં તેમાં ફણગા ફૂટી જશે. પછી આ ફણગેલા મગ ખાવ જે ખુબ જ ફાયદાકારક છે. જેમાં તમે મગ, મઠ, ચણા વગેરે કઠોળ વાપરી શકી છે .
ફણગાવેલા કઠોળ ખાવા ના ફાયદા
લોહીમાં રહેલી અશુદ્ધિઓ દૂર કરે છે અને ફણગાવેલા કઠોળ શરીરમાં રહેલા ઝેરી તત્વોને પણ બહાર કાઢે છે અને લોહીને સાફ કરે છે. લોહીના કારણે થયેલી બિમારીઓને પણ દૂર કરે છે.લોહી સાફ હોવાથી સ્કીન સંબંધી બિમારી અને ખીલથી પણ રાહત મળે છે.બાળકોને દરરોજ અડધો કપ ફણગાવેલા કઠોળ આપવા જોઈએ. મોટા લોકોએ આખો કપ ફણગાવેલા અનાજ ખાવા જોઈએ.
ફણગાવેલા કઠોળ પાચનતંત્રને સારુ રાખે છે. ફણગાવેલા કઠોળમાં એન્ટીઓક્સીડેન્ટ તેમજ વિટામીન એ-બી-સી-ઈ અનર ફોસ્ફરસ અને આયન, મેગ્નેશિયમ અને ઝિંક જેવા બધા જ પોષક તત્ત્વો હોય છે.તેમજ તેમાં ફાયબરની પણ ખૂબ જ માત્રા હોય છે.
ફણગાવેલા કઠોળ હાડકા મજબૂત કરે છે.ફણગાવેલા કઠોળમા કેલ્શિયમ સૌથી વધારે માત્રામાં હોય છે.ફણગાવેલું કઠોળ બધા જ લોકો લઇ શકે છે. બાળકો અને વૃદ્ધો બધા લોકો ખાઈ શકે છે.
ફણગાવેલા કઠોળ મેદસ્વીતા દૂર કરે છે.મેદસ્વીતા અને થાક, પ્રદૂષણ અને જંકફૂડ ખાવાથી થાય છે. ફણગાવેલા કઠોળ શરીરના એસિડને નાશ કરે છે. શરીરમાં ઉર્જા વધારે છે. ફણગાવેલા કઠોળને રાતના સમયમાં ન ખાવા જોઈએ કારણકે તે પેટમાં ગેસ ઉત્પન્ન કરે છે.
ફણગાવેલા કઠોળ વાળ માટે પણ ફાયદાકારક છે.વાળને ખરતા અટકાવે છે તેમજ વાળનો ગ્રોથ પણ વધે છે.ફણગાવેલા કઠોળમા પોટેશિયમ પણ હોય છે. જે હાર્ટ ના રોગો માટે ખૂબ જ મહત્વના છે.ફણગાવેલા કઠોળ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. હાર્ટ એટેકનો ખતરો ઓછો જોવા મળે છે.
ફણગાવેલા અનાજ
ફણગાવેલ અનાજમાં વિવિધ પ્રોટીન હોય છે જેનાથી શરીરને તાકાત મળે છે ફણગાવેલ અનાજમાં લો કેલેરી હોય છે . “ડાયેટિંગ” કરનારાઓ માટે ફણગાવેલ અનાજ એક આદર્શ ડાયેટ કહી શકાય.ફણગાવેલ અનાજમાં ફાયબર્સનું પ્રમાણ વધારે હોય છે તેથી પાચનતંત્રમાં કબજિયાત રહેતું નથી. ફણગાવેલ અનાજમાં “વિટામિન્સ, એન્ટી ઓક્સીડંટ” પૂરતા માત્રામાં હોય છે જેનાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે.ફણગાવેલ અનાજને તેલ કે ઘીમાં તળીને ન ખાવું જોઈએ એનાથી તેના પોષક તત્વો નાશ પામે છે ]
Thank you for reading this post, don't forget to subscribe!