સુરત ના ફેમસ અને ટેસ્ટી પોંકવડા

સામગ્રી

  • ૧ કપ ચણા ની દાળ(પલાળેલી)
  • ૧-૧/૨ કપ જુવાર નો લીલો પોંક
  • ૨ ટેબલ સ્પૂન ચોખા નો લોટ
  • ૧ ટી સ્પૂન લસણ ની પેસ્ટ
  • ૧ ટી સ્પૂન આદું ની પેસ્ટ
  • ૧ ટી સ્પૂન લીલા મરચા ની પેસ્ટ
  • ૧ ઝીણા સમારેલા મરચાં
  • ૧/૪ ટી સ્પૂન હિંગ
  • ૧ ટી સ્પૂન અધકચરી પીસેલી વરિયાળી
  • ૧ ટી સ્પૂન અર્ધપીસેલા સૂકા ધાણા
  • ૧/૨ ટી સ્પૂન પીસેલા મરી
  • ૨ ટી સ્પૂન ખાંડ
  • ૧ કપ લીલી ડુંગળી
  • ૧ કપ લીલું લસણ
  • ૧/૪ કપ કોથમીર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨ લીંબુ નો રસ
  • ચપટી બેકિંગ સોડા
  • ૨ ટી સ્પૂન તેલ
  • તેલ તળવા માટે

બનાવાની રીત

૪ થી ૫ કલાક પલાળેલી ચણા ની દાળ ને પાણી નિતારી મિક્સર માં ક્રશ કરી લેવી.. આ વડા વાટી દાળ ના ખમણ નાંખી ને પણ બને છે.હવે એજ મિક્સર જારમાં પોંક ને પણ થોડો સાઇડ માં રાખી ને બાકી નો ક્રશ કરી લેવો.

એક બાઉલમાં પીસેલી ચણા ની દાળ ને કાઢી લઈ તેમાં ક્રશ કરેલો પોંક પણ કાઢી લેવો.. જેમાં અલગ રાખેલો આખો પોંક પણ નાખો.હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, આદું-મરચાં-લસણ ની પેસ્ટ, ઝીણા સમારેલા લીલા મરચાં નાખી હલાવો.પછી બધાં મસાલા જેમાં અધકચરા વાટેલા સૂકા ધાણા, વરિયાળી, મરી નાખવાં. હળદર,મીઠું પણ ઉમેરો.

હવે ચોખા નો લોટ, હિંગ,ખાંડ ઉમેરી હલાવો લીલું લસણ, લીલી ડુંગળી અને સમારેલી કોથમીર નાખી મિક્સ કરીને હલાવો.હવે એક નોન સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી નાના નાના વડા મૂકી તળી લો. તૈયાર વડા લીલી ચટણી કે છાસ સાથે સર્વ કરાય છે.

તેલ નાંખી ચપટી બેકિંગ સોડા ઉમેરી ઉપર થી લીંબુ નો રસ ઉમેરવો અને ખીરુ તૈયાર કરવું. કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ આવે એટલે તેમાં વડા ને હાથ થી શેપ આપી તળી લેવા મધ્યમ થી ધીમી આંચ પર તળવા જેથી અંદર સુઘી પકાય અને કાચા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment