આ હોમમેઇડ પિઝા સોસ રેસીપી ખૂબ જ સરળ છે તો ફટાફટ ક્લિક કરીને જાણો રેસિપી

સામગ્રી

6 મોટા ટામેટાં

2 ચમચી ઓલિવ તેલ

1 ચમચી સમારેલ લસણ

1/3 ચમચી ઓરેગાનો (અથવા ઈટાલિયન સીઝનીંગ)

1/3 ટીસ્પૂન ડ્રાય તુલસી (અથવા ઇટાલિયન સીઝનીંગ)

1/2 ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ

1/2 ટીસ્પૂન ખાંડ

મીઠું, સ્વાદાનુસાર

બનાવવાની રીત

મધ્યમ તાપ પર એક પેનમાં 2 ચમચી ઓલિવ તેલ ગરમ કરો. તેમાં 1 ચમચી સમારેલુ લસણ ઉમેરો. તેને 30 સેકન્ડ માટે ફ્રાય કરો. 1/3 ટીસ્પૂન ઓરેગાનો, 1/3 ટીસ્પૂન બેસિલ (અથવા ઇટાલિયન સીઝનીંગ) અને 1/2 ટીસ્પૂન ચિલી ફ્લેક્સ ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને 30 સેકન્ડ માટે ફ્રાય કરો. તેમાં ટામેટાના ચોરસ કટકા નાંખો અને મીઠું નાખો.

સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ટામેટાં નરમ થાય ત્યાં સુધી પકાવો, લગભગ 5 મિનિટ લાગશે. તે ચોંટી ન જાય તે માટે સમયાંતરે હલાવતા રહો. ટામેટાં નરમ થઈ જાય એટલે તેમાં ખાંડ ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.

હવે ગેસ બંધ કરો અને મિશ્રણને ઠંડુ થવા દો. જો તમને જાડી ચટણી ગમતી હોય તો એવી રીતે રાખો. જો તમને સ્મૂધ સોસ પસંદ હોય, તો હેન્ડ બ્લેન્ડર વડે સ્મૂધ થાય ત્યાં સુધી મિશ્રણને બ્લેન્ડ કરો. તેને એક બાઉલમાં કાઢી લો. તે હવાચુસ્ત પાત્રમાં રેફ્રિજરેટરમાં 3-4 દિવસ સુધી સારું રહે છે. બ્રેડ પિઝા અથવા ચીઝ પિઝા બનાવવા માટે તેનો ઉપયોગ કરો અને ખાવાનો આનંદ લો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment