૧૦૦ ગ્રામ આખા ધાણા
૨૦૦ ગ્રામ સાકર નો ભૂકો
૫૦ ગ્રામ અખરોટ
૫૦ ગ્રામ કાજુ
૫૦ ગ્રામ બદામ
૧૫ ગ્રામ પિસ્તા
૨ ચમચી ઘી
૧૦ ગ્રામ મગતરી ના બીજ
૫૦ ગ્રામ સુકેલ નારિયેળ
૧ ચમચી એલચી નો ભૂકો
બનાવવાની રીત
પંજરી બનાવવા સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં આખા ધાણા નાખો ત્યારબાદ થોડા કાજુ બદામ ને પિસ્તા ને ગાર્નિશ માટે કાઢી બીજા કાજુ , બદામ , પિસ્તા , મગજતરી ના બીજ નાખી ધીમા તાપે શેકો બધું મિશ્રણ શેકાવા આવે એટલે તેમાં સૂકા નાળિયેરનો ભૂકો નાખી બેથી ત્રણ મિનિટ શેકી આ મિશ્રણને ઠંડુ કરવા એક અલગ વાસણમાં કાઢી સાઇટ પર મૂકી દેવું .
હવે મિશ્રણ ઠંડુ થાય એટલે તેને મિક્સર જારમાં ઝીણું પીસી લઈ વાસણમાં કાઢી તેમાં સાકરનો ભૂકો એલચીનો ભૂકો નાખી હાથ વડે બરાબર મિક્સ કરી પંજરી તૈયાર કરી લો હવે બાકી રાખેલા કાજુ,બદામ અને પિસ્તા ની ઝીણી કાતરી કરી ને તેમા ગાર્નિશ કરો.તો તૈયાર છે જન્માષ્ટમી સ્પેશ્યલ પંજાબ.
Thank you for reading this post, don't forget to subscribe!