સામગ્રી :

૨ લીલા મરચા

બે કપ બાફેલી પાલક

૧/૨ કપ પ્રોસેસ્ડ ચીઝ

સ્વાદાનુસાર મીઠું

૨ કપ મેંદો

૧ કપ સ્વીટ કોર્ન

બે ઝીણી સમારેલી ડુંગળી

લાલ મરચું

હળદર

જરૂર મુજબ તેલ ,

બે કપ પાણી ,

બનાવવાની રીત

ચીઝ પાલક સમોસા બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં મેંદો અને તેમા ૨ ચમચી તેલ,સ્વાદાનુસાર મીઠુ અને પાણી મિકસ કરીને લોટ બાંધી લો . આ લોટને ૧૫ થી ૨૦ મિનિટ સુધી રહેવા દો જેથી કરીને એમાં સોફ્ટનેસ આવે . હવે એક તપેલીમાં પાણી મૂકીને પાલકને બાફી લો . ત્યારબાદ એક કઢાઇ લો અને એમાં તેલ નાંખીને પાલક અને પ્રોસેસ્ડ ચીઝ નાંખીને ફાય કરી લો . પછી કઢાઇમાં ડુંગળી , હળદર , લાલ મરચું ,સ્વીટ કોર્ન નાખીને બરાબર મિક્સ કરી લો . હવે કઢાઇમાં ફ્રાય કરેલું ચીઝ અને પાલક મિક્સ કરો . તૈયાર કરેલા લોટમાંથી નાના – નાના લુઆ બનાવી લો અને એમાંથી નાની રોટલી આકારમાં વણો . હવે આ નાનકડી રોટલીમાં વચ્ચે બનાવેલું મિશ્રણ ભરો અને ચારેબાજુથી સમોસાના આકારમાં બંધ કરી દો . એક કઢાઇમાં તેલ ગરમ કરવા મુકો . તેલ ગરમ થઇ જાય એટલે એમાં તૈયાર કરેલા સમોસાને તૈયાર લો. સમોસા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો અને પછી બહાર કાઢી લો . તો તૈયાર છે ચીઝ પાલક સમોસા .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *