
સામગ્રી
કાંદા મોટા 2
મેંદો – 1/2 કપ
મકાઈનો લોટ – 2 ચમચી
ચિલી ફ્લેક્સ – 1/2 ચમચી
કોર્ન ફ્લેક્સ ક્રમ્બ – 1 કપ
મિક્સ હર્બ્સ – 1/2 ચમચી
તેલ – તળવા માટે
મીઠું – સ્વાદ મુજબ
બનાવવાની રીત
ઓનિયન રિંગ્સ બનાવવા માટે, પહેલા કાંદાના થોડા જાડા ગોળાકાર ટુકડા કરો અને તેમાંથી દરેક રિંગને અલગ કરો અને તેને બાઉલમાં રાખો. હવે એક મિક્સિંગ બાઉલ લો અને તેમાં મેંદાનો લોટ અને મકાઈનો લોટ ઉમેરીને બરાબર મિક્ષ કરો.આ પછી આ લોટના મિશ્રણમાં મિક્સ્ડ હર્બ્સ, ચીલી ફ્લેક્સ અને સ્વાદ અનુસાર મીઠું નાખીને મિક્સ કરો. જરૂર મુજબ પાણી ઉમેરીને ઘટ્ટ બેટર બનાવો. ખાતરી કરો કે બેટરમા ગઠ્ઠા ન રહે.હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ કરો. તેલ ગરમ થાય એટલે મેંદા-મકાઈના લોટની પેસ્ટમાં ડુંગળીની રિંગ નાખો અને તેને સારી રીતે કોટ કરો અને પછી કોર્ન ફ્લેક્સના ટુકડામાં રિંગ નાખો અને સારી રીતે કોટિંગ કરો. ધ્યાનમાં રાખો કે કોર્ન ફ્લેક્સને સારી રીતે ક્રશ કરીને તેનો ભૂકો તૈયાર કરો. જો તમે ઈચ્છો તો કોર્ન ફ્લેક્સને બદલે બ્રેડક્રમ્સનો પણ ઉપયોગ કરી શકો છો.કોર્ન ફ્લેક્સ ક્રમ્બ્સ પર કોટિંગ કર્યા પછી, ફરીથી એક વાર ડુંગળીની રિંગ્સને લોટની પેસ્ટમાં સંપૂર્ણપણે બોળી દો, પછી તેને તળવા માટે તેલમાં મૂકો. આ દરમિયાન, ચમચા અથવા ચીપિયા ની મદદથી, રિંગ્સને પલટાવી અને તેને ફ્રાય કરો.
ડુંગળીની રિંગ્સ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી લો. એ જ રીતે બધી રિંગ્સને તળી લો. નાસ્તા માટે સ્વાદિષ્ટ ઓનિયન રિંગ્સ તૈયાર છે. તેમને ચટણી અથવા સોસ સાથે સર્વ કરો
Thank you for reading this post, don't forget to subscribe!