આ રીતે ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેંગો રાઈસ

સામગ્રી

1 કપ ખમણેલી કાચી કેરી

2 કપ બાભેલા ભાત

2 ચમચી તેલ

1 ચમચી રાઇ

1 ચમચી ચણાની દાળ

1 ચમચી અડદ દાળ

2 સૂકા કાશ્મીરી લાલ મરચું,

2 લીલા મરચા સમારેલા,

3 ચમચી મગફળી

લીમડાના પાન

1/4 ટીસ્પૂન હીંગ

1/2 ટીસ્પૂન – હળદર પાવડર

1 ચમચી ટોપરાનુ ખમણ

કોથમીર

મીઠું, સ્વાદ અનુસાર

બનાવવાની રીત:

સૌપ્રથમ એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ ​​કરો, તેમાં રાઇ, ચણાની દાળ, અડદની દાળ, લાલ મરચું, લીલા મરચા, મગફળી અને લીમડાનાં પાન નાંખો અને થોડીવાર માટે મધ્યમ આંચ પર ફ્રાય કરો.હિંગ અને હળદર ઉમેરો. અને થોડી સેકંડ માટે મધ્યમ આંચ પર ફ્રાય કરો.તેમાં કાચી કેરી, 2 ચમચી પાણી અને મીઠું નાખી બરાબર મિક્ષ કરી લો.

તેને ઢાકણથી ઢાકીને થોડીવાર મધ્યમ આંચ પર ફ્રાય કરો ત્યારબાદ ચોખા અને થોડું મીઠુ નાખી હળવા હાથે મિક્સ કરો અને વચ્ચે-વચ્ચે હલાવતા રહો. ગરમાગરમ મેંગો રાઈસ સર્વ કરો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment