lilo chevdo :વડોદરાનો ફેમસ લીલો ચેવડો
વડોદરાનો ફેમસ લીલો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી
- ૧/૨ કપ ચણા ની દાળ
- ૧ કપ હૂંફાળું પાણી
- ચપટી સોડા
- ૮ નંગ કાજુ
- ૮ નંગ દ્રાક્ષ
- ૪ નંગ બટાકા લાંબા
- ૧/૨ ટી. તેલ
- ૨ ટી. સ્પૂન તલ
- ૮-૧૦ મીઠા લીમડા ના પાન
- ૨ નંગ લીલા મરચાં ના ટુકડા
- ૧/૨ ટી. સ્પૂન હળદર
- ૨ ટે. સ્પૂન ખાંડ
- ૧/૪ કપ પાણી
- ચપટી લીંબુ ના ફૂલ
- તળવા માટે તેલ
વડોદરાનો સ્પેશીયલ લીલો ચેવડો બનાવવાની રીત | વડોદરાનો ફેમસ લીલો ચેવડો | vadodara famous lilo chevdo
lilo chevdo : lilo chendo બનાવવા ચણા ની દાળ ને સૌ પ્રથમ હૂંફાળા પાણી માં એક ચપટી જેટલો સોડા નાખીને પાંચ-છ કલાક સુધી પલાળી રાખો બટાકા ને છોલી લેવા ત્યારબાદ ખમણી થી જાડું છીણ પાડી લેવું અને પાણી માં બે -ત્રણ વાર ધોઈ લેવું ત્યારબાદ કપડાં પર પાથરી કોરું થવા દેવું. ચણા ની દાળ માંથી પાણી કાઢી તેને પણ કપડાં પર ૧/૨ કલાક કોરી થવા દો. એક કડાઈમાં તેલ ગરમ મુકો તેમાં બટાકા ના છીણ ને મીડીયમ આંચ પર તડવું વચ્ચે મીઠા માં પાણી નાંખી તેને તેલ માં નાખવું જેથી બટાકા ના છીણ માં મીઠું આવી જાય.બહુ કડક ના થાય એ ધ્યાન રાખવું એ જ રીતે ચણા ની દાળ ને પણ મીડીયમ આંચ પર તળી બાઉલ માં કાઢવી.
હવે ચેવડાનો વઘાર કરવા માટે એક પેન લો અને તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં કાજુ અને દ્રાક્ષ ઉમેરી દેવા અને બરાબર હલાવી મીઠા લીમડા ના પાન કાપેલા લીલા મરચાં ના ટુકડા ઉમેરવાતેમજ તલ ઉમેરી હલાવી હળદર ઉમેરી હલાવી બરાબર મીક્સ કરવું હવે ખાંડ અને પાણી ઉમેરી હલાવવું અને એક તારી ચાસણી થાય પછી ગેસ બંધ કરવો. વઘાર ને તળેલા બટાકા ના છીણ અને ચણા ની દાળ વાળા બાઉલમાં રેડી ને હલાવી બધું બરાબર મીક્સ કરવું. તૈયાર છે બરોડા નો સ્પેશિયલ લીલો ચેવડો.
આ પણ વાંચો :
- બિસ્કીટ ખજુર પાક બનાવવાની સરળ રીત અને ફાયદા | khajur pak recipe in gujarati
- lilo chevdo : વડોદરાનો સ્પેશીયલ લીલો ચેવડો બનાવવાની રીત | વડોદરાનો ફેમસ લીલો ચેવડો | vadodara famous lilo chevdo
- રગડા પાવ બનાવવા ની રીત | ragada pav recipe | bred katka
- ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની રીત
- છાસમાં વઘારેલી રોટલી બનાવવાની રીત | છાસ વારી રોટલી | ગુલાબચટ્ટો રેસીપી | vaghareli rotli | વધેલ રોટલીની રેસીપી | રોટલીની રેસીપી
દિવાળી માટે સ્પેશિયલ નાસ્તો બનાવવાની રીત | diwali nasta list | નાયલોન પૌવા નો ચેવડો વાંચવા અહી ક્લિક કરો
Thank you for reading this post, don't forget to subscribe!