1 કપ ચોખાનો લોટ
1/4 કપ ચણાનો લોટ
2 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ
1/4 ટીસ્પૂન બેકિંગ સોડા
½ ટીસ્પૂન મીઠું
2 કપ પાણી
1 ટીસ્પૂન માખણ
1 ટીસ્પૂન કોર્નફ્લોર
તેલ તળવા માટે
મસાલો બનાવા માટે
½ ટીસ્પૂન મરચાનો પાઉડર
½ ટીસ્પૂન ગરમ મસાલા
½ ટીસ્પૂન ચાટ મસાલા
1/4 ટીસ્પૂન મીઠું
1 ટીસ્પૂન પાવડર ખાંડ
બનાવવાની રીત:
પ્રથમ, મોટા બાઉલમાં ચોખાનો લોટ, ચણાનો લોટ અને ઘઉંનો લોટ લો. બેકિંગ સોડા,મીઠું અને 2 કપ પાણી ઉમેરો. મિશ્રણ સારી રીતે મીક્સ કરો કે બધું સારી રીતે મીકસ થયુ છે.
મિશ્રણને મોટા કડાઇમાં નાખો અને ગેસ પર મુકી હલાવતા રહો મિશ્રણ ઘટ્ટ થવા લાગે ત્યાં સુધી ધીમી આંચ પર હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થવાનું શરૂ કરે ત્યાં સુધી ગેસ ચાલુ રાખો. 1 ટીસ્પૂન માખણ ઉમેરો . 5 મિનિટ માટે કવર કરીને રાખો.
1 ચમચી કોર્નફ્લોર ઉમેરો અને કણક બરાબર મિક્સ કરો. ત્યારબાદ કણકને બરાબર મસળીને હાથની ચપટીમા આવે એટલો લોટ લો અને હાથ વડે વણી કુરકરે જેવા વણી લો.
હવે એક નોન-સ્ટીક કડાઇમા તેલ ગરમ કરી કુરકરે ને તળી લો.ત્યારબાદ તેમા બનાવેલો મસાલો છાટો અને એક એર ટાઈટ ડબ્બા મા રાખી શકો છો
Thank you for reading this post, don't forget to subscribe!