મિત્રો આજે અમે તમારા માટે કઠોળમાંથી બનતી પેટીસની રેસીપી લઈને આવ્યા છીએ રેસીપી પસંદ આવે તો મિત્રો સાથે જરૂર શેર કરજો
કઠોળની પેટીસ બનાવવા માટે સામગ્રી :
- ચોળા અડધી વાટકી,
- રાજમા અડધી વાટકી,
- મસૂર અડધી વાટકી,
- ટમેટા ૨૫૦ ગ્રામ,
- મરચાંની પેસ્ટ ૨ ચમચી,
- કોથમીર ૧ ચમચો,
- કાચા કેળા ૬ નંગ,
- બ્રેડ ૩ નંગ,
- લીંબુ ૨ નંગ,
- ખાંડ ૨ ચમચી,
- મીઠું અને તેલ પ્રમાણસર.
- તજ – લવીંગ,
- તમાલપત્ર વઘાર માટે,
- ગરમ મસાલો ૧ ચમચી.
કઠોળની પેટીસ બનાવવાની રીત :
(૧) ચોળા-રાજમા અને મસૂળ પલાળી રાખો. પલળી જાય પછી મીઠું નાખીને કુકરમાં બાફી લો. ટમેટાનો રસ કાઢો.
(૨) કાચા કેળા બાફીને છાલ કાઢીને માવો કરો બ્રેડ પાણીમાં પલાળીને તેમાં મીક્સ કરો તેમાં પ્રમાણસર મીઠું, ખાંડ, લીંબુનો રસ, ગરમ મસાલો આદું મરચાં ૧ ચમચી કોથમીર નાખીને પૂરણ બનાવો.
(૩) તેમાંથી ગોળ પેટીસ વાળીને નોનસ્ટીકમાં શેકી લો. (૪) એક વાસણમાં તેલનો વઘાર મૂકો, તેમાં તજ-લવીંગ, લાલ-મરચાં, તમાલપત્ર નાખીને આદું મરચા તથા કોથમીર નાખો. થોડો ગરમ મસાલો નાખો.
(૫) ટમેટાના પીસ અથવા રસ કાઢીને નાખો અને હલાવો. બે મીનીટ પછી બાફેલા કઠોળ અને પ્રમાણસર પાણી નાખીને રસાદાર મીક્સ કઠોળ બનાવો. આંબલીનું પાણી પણ નાખી શકાય. (૬) બાઉલમાં પેટીસ કાઢીને તેના ઉપર કઠોળનો રગડો નાખો, તેના ઉપર કોથમીર અને ટમેટાની સ્લાઇઝ તથા તળેલા મરચાં મૂકીને સર્વ કરો.
રેસીપી પસંદ આવી હોય તો સ્ટાર પર ક્લિક કરી રેટિંગ આપશો
આ પણ વાંચો
- રગડા પાવ બનાવવા માટેની રેસિપી | ragada pav recipe | red katka
- ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની રીત
- છાસમાં વઘારેલી રોટલી બનાવવાની રીત | છાસ વારી રોટલી | ગુલાબચટ્ટો રેસીપી | vaghareli rotli | વધેલ રોટલીની રેસીપી | રોટલીની રેસીપી
- ચટપટા પોટેટો બોલ બનાવવાની રેસિપી વાંચવા ફોટા પર ક્લિક કરો
- બટાકાનો ફરાળી ચેવડો બનાવવાની રીત
Thank you for reading this post, don't forget to subscribe!