માત્ર 10 મીનીટમા ઘરે જ બનાવો દુકાન જેવી જ કાજુ કતરી

સામગ્રી

200 ગ્રામ કાજૂ, 100 ગ્રામ ખાંડ અને બે ચમચી ઘી. ચાંદીની વરખ, પાણી એક કપ.  

બનાવવાની રીત –

સૌ પહેલા કાજૂને સાફ કરી થોડા સુકાવી લો પછી તેને મિક્સરમા પાવડર બનાવી લો.  એક કઢાઈમાં એક કપ પાણી નાખી તેને ઉકાળો પછી તેમા ખાંડ નાખીને સારી રીતે ઉકળવા દો. તેને સતત  હલાવતા રહો. જેનાથી ખાંડ કઢાઈમાં ચોટે નહી. જ્યારે 3 તારની ચાસણી બની જાય તો કઢાઈને નીચે ઉતારી લો. હવે તેમા કાજૂ પાવડર નાખો.   પછી કઢાઈને ધીમા તાપ પર ચઢાવો અને કાજૂ પાવડરને ચાસણીમાં સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેને તાપ પરથી ઉતારી લો.  હવે કાજૂકતરી જમાવવા માટે એક ટ્રે લો. ટ્રે ના તળિયે ઘી લગાવીને ફેલાવી દો.  પછી તેમા 1/4 ઈંચમાં કાજૂકતરીનુ તૈયાર પેસ્ટ ટ્રેમાં નાખો. સજાવવા માટે ચાંદીના વરખની મદદ લો.  લગભગ 20 મિનિટ પછી પેસ્ટ ઠરી જશે. ત્યારે મનપસંદ આકારમાં તેને કાપો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment