આજે આપણે બનાવીશું કાળા તલનું કચરિયું કાળા તલનું કચરિયું ટેસ્ટમાં ખુબ સરસ લાગતું હોય છે અને એને પણ ઘરે બનાવો ખૂબ જ ઇઝી છે તો ચાલો એને કેવી રીતે બનાવવો એ આપણે જોઈ લઈએ રોજ આવી નવી નવી રેસીપી શીખવા માટે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દો
કાચરીયું બનાવવા માટે જરૂરી સામગ્રી
- એક કપ કાળા તલ
- સોફ્ટ ખજુર ૩/૪ કપ
- ૧/૨ કપ ગોળ
- ૨ ચમચી સુંઠ
- ૧ ચમચી ગંઠોડાનો પાવડર
- સુકું નાળીયેર
- એક ટીસ્પૂન ખસખસ
- તલનું તેલ બે ટેબલસ્પૂન
- 1 ટેબલસ્પૂન મગજતરીના બી
કાચા તલનું કચરિયું બનાવવાની રીત | kachariyu banavvani rit
કચરિયું ઘાણી માં બનતું હોય પણ આજે આપણે મિક્સરમાં કચરિયું બનાવીશું તો એના માટે જે મીડિયમ સાઇઝની જે જાર હોય એ આપણે લેવાની અને એક કપ કાળા તલ લીધા છે તલને પહેલા આપણે ચાળી લેવાના અને સાફ કરી લેવાના તો તલને મેં પહેલાથી જ સાફ કરીને રાખ્યા છે તો હવે આપણે આને ગ્રાઇન્ડ કરીએ ગ્રાઇન્ડ કરવા માટે તમારે એને સેજ ફેરવી અને તરત બંધ કરી દેવાનું એટલે આ રીતે એ હાફ ક્રશ થઈ જશે હવે એમાં જે સીડલેસ ખજૂર આવે છે એ લેવાની અને એકદમ સોફ્ટ હોય એવી લેશો તો રિઝલ્ટ સરસ મળશે અને હાફ સ્ટોપ ને ગોળ લીધો છે 3/4 કપ ખજૂર છે અને હાફ કપ ગોળ છે એ બંનેને મેં તલની સાથે એડ કરી દીધું છે ફરીથી આને ગ્રાઇન્ડ કરી લો મિક્સચર ફેરવવાનું અને બંધ કરી દેવાનું છે કોન્સ્ટન્ટ એને નથી ફેરવવાનું એને ચેક કરી લઈએ આ રીતનું એનું ટેક્સચર આવે એ પછી એમાં બે ટેબલસ્પૂન જેટલો સૂંઠનો પાવડર એક ટેબલસ્પૂન ગંઠોડાનો પાવડર જેને પીપરા મોલ પાવડર પણ કહે છે જે સૂકું નાળિયેર આવે છે એને મેં છીણી લીધું છે એ પણ છે બે ટેબલ સ્પૂન 1 ટેબલસ્પૂન મગજતરીના બી છે અને એક ટીસ્પૂન ખસખસ છે
એકવાર ગ્રાઇન્ડ કરી લો જેથી બધું સરસ રીતે મિક્સ થઈ જશે હવે તલનું તેલ માર્કેટમાં મળતું હોય છે તો તલનું તેલ આપણે આમાં એડ કરવાનું છે આનાથી ટેસ્ટ ખુબ જ સરસ આવશે ઘરે આપણે મિક્સરમાં કચરિયું બનાવીએ એટલે ઉપરથી આ રીતે તેલ એડ કરવું પડે જ્યારે ઘાણીમાં તલમાંથી જ તેલ રિલીઝ થતું હોય અત્યારે હું બે ટેબલસ્પૂન તેલ એડ કરું છું ફરીથી એકવાર એને મિક્સ કરી લો અગેઇન એક ટેબલસ્પૂન તેલ એડ કરી દો ફરીથી એકવાર મિક્સર ફેરવી દઈએ મિક્સર ફેરવી અને તરત બંધ કરી દઈશું આ રીતનું એનું ટેક્સચર આઈ જશે પિક્ચર ને વધારે નહીં ફેરવવાનું તમે જોઈ શકો છો મિક્સરમાં ક્યાંય પણ કચરિયું ચોટેલું નથી એની સ્ટીલના મોટા વાસણમાં લઈ હવે એને મિક્સ કરી લઈએ થોડું મિક્સ થઈ જાય એટલે ફરીથી થોડું ટોપરાનું છે અને મગજતરી મેં એડ કર્યું છે તમારે તળેલો ગુંદર એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો
અત્યારે હું સ્ક્વેર ડિશમાં એને સર્વ કરું છું એટલે એનો હાથથી જ મેં આજે સ્ક્વેર શેપ આપી દીધો છે હવે એને સર્વ કરીએ આપણે તો મેં એને એક પ્લેટમાં લઈ લીધું છે એના ઉપર થોડું ગાર્નિશિંગ કરીએ સૌથી પહેલા એની ઉપર થોડું જે આપણે ડ્રાય કોકોનેટ લીધું છે એ એડ કરીશું થોડા મગજતરી નાખી સાથે જ મેં ખજૂર અને બધા મૂકી છે અને થોડી ખસખસ એડ કરી છે તો હવે આપણું કાળા તલનું કચરિયું સર્વિંગ માટે રેડી છે
આ બાબતોનું ધ્યાન રાખો
આ કચરિયું ટેસ્ટમાં ખુબ સરસ લાગે છે અને મેં કીધું એ પ્રમાણે મિક્સરને તમારે વધારે નહીં ફેરવવાનું નહીં તો કચરિયું ખાવામાં ચવડ બની જાય એટલે એવું ના થવું જોઈએ અને ખજૂર અને ગોળની કોન્ટીટી તમે તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે પ્લસ-માઇનસ કે કોઈ એક વસ્તુ યુઝ કરવી હોય કે એકલા ગોળથી બનાવવું હોય કે એકલા ખજૂર થી બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો અને ઓલવેઝ કાચરિયામાં કાચા તલનો જ યુઝ થતો હોય છે અત્યારે પણ મેં કાચા તલ યુઝ કર્યા છે તલને શેકીને આપણે યુઝ નથી કરવાના અને મેં તલનું તેલ યુઝ કર્યું છે પણ તમને જો તલનું તેલ ના મળે કે ઘરમાં અવેલેબલ ના હોય તો તમે કોઈપણ ફ્લેવર વગરનો તેલસનફ્લાવર ઓઇલ ઘરમાં અવેલેબલ હોય તો તમે એ યુઝ કરી શકો પણ એના બદલે તમે સીંગતેલ કે ઘી એનો ઉપયોગ ના કરી શકો કચરિયું આજની રેસીપી પસંદ આવી હશે જરૂર કમેન્ટ કરી દેજો
Thank you for reading this post, don't forget to subscribe!