દરેક ઘરમાં હવે નાનાથી લઈને મોટી ઉંમરનાં લોકો જીન્સ jeans પહેરતા થઈ ગયા છે. નાના ભૂલકાઓને પણ હવે તો ફેશનનાં નામે ડેનિમ પહેરાવવામાં આવતી હોય છે. તમારા કબાટમાં જુની જીન્સોનો ઢેર છે તો જોજો તેને ફેકી ન દેતા. કોઈ ડેનિમ પુરાણી થઈ ગઈ હશે, કોઈનો કલર ફેડ થઈ ગયો હશે અથવા કોઈ જીન્સ એવી પણ હશે જેનો યૂઝ હવે ક્યારેય તમે નથી કરવાના. તો આવી જીન્સો પડે પડે સડી જાય અથવા છેલ્લે પ્યાલા બયણીને આપો તેનાં કરતા એકવાર અમારી સ્ટોરી વાંચજો. તમાર પૈસા તો બચશે જ અને સાથે સાથે તમારી ક્રિએટિવિટિને તમે વિભિન્ન રીતે દર્શાવી શકશો.
જુની જીન્સોને એક નવું રુપ આપીને તમે ફરીથી યૂઝમાં લઈ શકો છો. જીન્સને નવા અવતારમાં ટ્રાન્સફોર્મ કરવા માટે તમારે કોઈ પૈસા પણ ખરચવાની જરુર નથી. તમે એકદમ સ્માર્ટલી ડેનિમનો રી-યૂઝ કરી શકો છો. જેના માટે તમારે ફક્ત થોડી મહેનત અને ક્રિએટિવ જોઈને લોકો જરુરથી તમારા વખાણ કરશે એની ગેરંટી છે. ચાલો તો પછી જાણીયે કે આ જુની પડેલી જીન્સોનું આપણે શું કરી શકિયે છીએ.
જૂલરી: આમ તો છોકરીઓ પાસે જેટલી ઍક્સેસરિ હોય તેટલી ઓછી છે. હવે તો તહેવારો પણ આવ્યાં છે, તો પોતાનાં આર્ટિસ્ટિક માઈન્ડથી અલગ અલગ પ્રકારની જૂલરી બનાવી શકાય છે. એક પુરાણી ડેનિમથી મનપસંદ આભૂષણો બનાવી શકો છો જે ફ્ક્ત તમારી પાસે જ હશે. જે અન્ય કરતાં વધારે સારા અને અદ્ભુત લાગશે.
બૅગ: જીન્સ માંથી બૅગ પણ બનાવી શકાય છે તે સાંભળીને જ મગજમાં કેટલાય સવાલો આવી ગયા હશે. હા, જીન્સ માંથી બૅગ પણ બનતી હોય છે. ડેનિમ માંથી બનેલી બૅગ તમારી આજુબાજુનાં લોકો કરતા અલગ અને યુનિક લાગશે. એકવાર બૅગ બનાવવાની ટ્રાય જરુરથી કરજો.
જીન્સ પૉકિટ પ્લેસમેન્ટ”: હવે આ પૉકિટ પ્લેસમેન્ટ શું છે? પૉકિટ પ્લેસમેન્ટ જેને તમે ચાહો તે રીતે વાપરી શકો છો. તેને ઘરનાં કોઈ પણ ભાગમાં રાખીને તેને યુઝ કરી શકો છો. સૌથી પહેલા તો નક્કામી પડેલી જીન્સનાં પોકેટ્સને કાપી લો. હવે તેનાં ઉપરનાં ભાગને છોડીને બાકીની ત્રણે બાજુથી તેને સીવી દો. તમારું પોકેટ પ્લેસમેન્ટ હવે સ્ટડી ટેબલ ઉપર પેન-પેંસિલ મૂકવા, કિચનમાં ધારવાળી આઈટમો મૂકવા કે પછી દરવાજા પાસે ચાવી મૂકવામાટે પણ યૂઝ કરી શકો છો.
નૅપ્કિન: માર્કેટ માંથી ૨૦ ૩૦ રુપિયા વેડફિને આપણે એક નૅપ્કિન કરીદી લઈએ છીએ. પણ કબાટમાં પુરાણી પડેલી જીન્સને તમે તમારા ઉપયોગમાં થાય એ અનુકુળ નૅપ્કિન પણ બનાવી શકો છો. પૈસા પણ બચશે અને તમારું કામ સહેલાઈથી થઈ જશે.
કોસ્ટર્સ: કોસ્ટર્સને ટેબલ ઉપર ચા કે કોફિનાં ડાઘને અવોઈડ કરવા માટે કરી શકો છો. તેનાં માટે તમારે જુની ડેનિમ માંથી જેટલાં જોઈએ તેટલાં કોસ્ટર્સ બનાવી શકો છો. ઘરની કોઈ પણ ટેબલ ઉપર ચા અથવા કોફિનાં કપ અથવા ગ્લાસને મૂકતા પહેલા કોસ્ટર્સને મૂકી દેજો. આનાથી તમારી સફાઈની થોડી મહેનત પણ બચી જશે.
કેસ કવર: હવે તમે તમારા મન ગમતા કેસ કવર પણ બનાબી શકો છો. જે વસ્તુ માટે તમે કેસ કવર બનાવવા ઈચ્છતા હોવ તેનું માપ લઈને તેને સીવી દો. જો ટાઈમ હોય તેને થોડું ડેકોરેટ પણ કરો, જેથી તમારા ઘરમાં એક બ્યુટિફૂલ આઈટમ તરીકે તે નજરે પડે.
શૉર્ટ્સ : ન્સને તમે ચાહો તે પ્રમાણે ડિઝાઈન કરી શકો છો. તમે શૉર્ટ્સ પણ વનાવી શકો છો. તેના માટે સૌથી પહેલાં તમારે જે લેન્થનાં શૉર્ટ્સ જોઈએ છે તેના માપ પ્રમાણે તેને કાપી લો. પછી ઘરમાં કોઈ લેસ કે પછી મોતી કે કોઈ પેટ્ચ પડ્યુ હશે. તેને તમારી રીતે સીવી કે ચોંટાડી શકો છો. પછી ઘરમાં સિલાઈ મશીન હોય તો તેને નીચેથી સિલાઈ લગાવી દો. આ સિવાય અત્યારે રીપ જીન્સની પણ ફેશન છે તો તમે એને સિલાઈ લગાવ્યા વિના તેને પોતાની ક્રિએટિવિટિથી તૈયાર કરી શકો છો.
ફ્લોર મેટ: ઘરમાં ફ્લોર મેટની જરુર તો પડતી જ રહે છે. તેના માટે તમે જીન્સનાં અલગ ટૂકડાને એક સાઈઝ કે શેપમાં જોડીને પોતાનું પર્સનલાઈઝ ફ્લોર મેટ પણ બનાવી શકો છો.
બુક્માર્ક: બુક રીડર્સ માટે તો ડેનિમનું બુકમાર્ક તો બેસ્ટ છે. જે શેપ, આકાર કે સાઈઝનું જોઈએ તે રીતે બુકમાર્ક જીન્સ માંથી બનાવી શકો છો. હાર્ટ શેપ, સ્ક્વર, રાઉંડ અથવા કોઈ કાર્ટૂન કેરેક્ટર કે પછી કોઈ ઈમોજીનું બુકમાર્ક બનાવી શકાય છે. જે એકદમ કુલ લાગશે.
નોટબુક: આપણે બધા કોઈ એક ડાયરી અથવા નોટબુક સાથે રાખતા જ હોઈએ છીએ. તેના માટે જો તમે પોતાની ડેનિમ માંથી જ કવર તૈયાર કરી લો તો કેટલું સારું. તમારી ડાયરી કે બુક એકદમ અલગ દેખાઈ આવશે અને તમે તમારી ક્રિએટિવિટિ ને દર્શાવી પણ શકો છો.
ડેનિમથી પોતાની ક્રિએટિવિટિને નિખારો અને અન્ય કોઈને આ સ્ટોરી હેલ્પફુલ થાય તેનાં માટે અચૂકથી લાઈક અને શેર કરજો.
Thank you for reading this post, don't forget to subscribe!