જો તમે કોઈ ચાટ બનાવા માંગો છો તો એકવાર આ સોજી ઇડલી ચાટ જરૂર ટ્રાય કરો

સામગ્રી

સોજી – 1 કપ, દહીં – 1 કપ, સોડા – 1 ચપટી, મીઠું – સ્વાદ અનુસાર, સરસવ – 1/2 ટીસ્પૂન, કરી પત્તા – 7 ડુંગળી – 1 બારીક સમારેલી, મરચું પાવડર – 1/2 ચમચી, આદુની પેસ્ટ – 1/2 ચમચી, તેલ – 2 ચમચી

બનાવવાની રીત

સૌપ્રથમ એક વાસણમાં રવો, સોડા, દહીં અને પાણી નાખીને બરાબર મિક્ષ કરી લો.હવે આ તૈયાર મિશ્રણને ઈડલી મેકરમાં નાંખો અને લગભગ 10-15 મિનિટ સુધી વરાળથી પકાવો. હવે વઘાર માટે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં રાઇ, ડુંગળી, કઢી પત્તા, લીલાં મરચાં, લાલ મરચાં અને આદુ નાખીને બરાબર પકાવો.હવે રાંધી લીધા પછી તૈયાર કરેલી ઇડલીમાં વઘાર ઉમેરી ત્યારબાદ ડિશમાં કાઢી તેમા ઉપર સેવ અને ડુંગળી નાખી ખાવા માટે સર્વ કરો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment