વાળને સ્ટ્રેટ કરવાનો એટલો ટ્રેન્ડ છે કે યુવતીઓ તેના માટે પાર્લર જઇ હજારો રૂપિયા ખર્ચો કરી રહી છે. કાકણકે તેનાથી વાળ ઓળવામાં કે હેર સ્ટાઇલ બનાવવામાં કોઇ પરેશાની થતી નથી. પરંતુ પાર્લરમાં વાળને સ્ટ્રેટ કરવા માટે અનેક પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી બાદમાં કેટલીક સાઇડ ઇફેક્ટ પણ થાય છે. આજે અમે તમને વાળને સ્ટ્રેટ કરવાના કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું જેનાથી તમે કોઇપણ નુકસાન વગર વાળને સ્ટ્રેટ અને સુંદર બનાવી શકશો.
દૂધ અને મધનો માસ્ક
એક વાટકામાં દૂધ અને મધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે વાળને થોડા -થોડા ભાગમાં અલગ કરી લો અને તૈયાર હેર માસ્ક લગાવી લો. ત્યાર પછી વાળને શાવર કેપથી 2 કલાક પેક કરી રાખો અને પછી તેને શેમ્પુ અને ઠંડા પાણીથી ધોઇ લો.
ચોખાનો લોટ અને ઇંડા
સૌ પ્રથમ એક વાટકામાં ઇંડાનો સફેદ ભાગ, 5 ચમચી ચોખાનો લોટ અને અડધો કપ દૂધને બરાબર મિક્સ કરી લો. આ માસ્કને એક કલાક વાળ પર લગાવી રાખો. ત્યાર પછી વાળને સાદા પાણીથી ધોઇ લો. આમ કરવાથી તમારા વાળને તમે સ્ટ્રેટ અને સિલ્કી કરી શકો છો.
ઇંડા અને જૈતુનના તેલનો માસ્ક
સૌ પ્રથમ એક વાટકામાં બે ઇંડા ઉમેરીને તેને ફેટી લો અને તેમા 3 ચમચી જૈતુનનું તેલ મિક્સ કરી લો, આ માસ્કને વાળ પર લગાવીને એક કલાક માટે લગાવી રાખો. ત્યાર પછી શેમ્પુ થી ધોઇ લો. આ ઉપાય અઠવાડિયામાં એક વખત કરવો . જેનાથી તમારા વાળ સ્ટ્રેટ થઇ જશે.
મુલતાની માટી :
એક કપ મુલતાની માટી લઈ અને તેમાં એક ઈંડુ અને 5 ચમચી ચોખાનો લોટ મિક્સ કરી મિશ્રણ તૈયાર કરવું.. વાળમાં માટી લગાવ્યા બાદ વાળને ખુલ્લા જ રાખવા તેને બાંધવા નહીં. આ માટીને વાળમાં 40 મિનિટ સુધી લગાવીને રાખવો અને સંપૂર્ણ રીતે સૂકાયા બાદ વાળ ધોઈ નાખવા. આ પેસ્ટને વાળમાં મહિનામાં બે-ત્રણવાર લગાવવું. ઘરેલૂ ઉપચાર કરવાથી વાળ સીધા અને ચમકદાર બને છે.
લીંબૂનો રસ અને નારિયેળ :
નારિયેળને ફોડીને તેનું પાણી કાઢી લેવું, ત્યારબાદ તેમાં લીંબૂનો રસ નાખી બરાબર મિક્સ કરી લેવું. આ મિશ્રણને એક દિવસ માટે ફ્રિઝમાં મૂકી દેવું. ત્યારબાદ જે ક્રિમી પેસ્ટ બનશે જેને વાળના મૂળ અને વાળમાં સરખી રીતે લગાવીને મસાજ કરો.. ત્યારબાદ હોટ ટોવેલનો ઉપયોગ કરીને લગભગ એક કલાક બાદ વાળને ધોઈ લેવા અને સપ્તાહમાં ત્રણવાર આ પ્રયોગ કરવો. આવું કરવાથી વાળ સિલ્કી સ્ટ્રેટ બનશે અને વાળને પોષણ પણ મળશે.
Thank you for reading this post, don't forget to subscribe!