અત્યારે લીલા ચણા ની સીજન ચાલે છે તો ચાલો બનાવીએ તેનું શાક

  •  ૨૫૦ ગ્રામ લીલા ચણા (ફોલેલા  જીન્જરા)
  •  ૧૫  થી ૨૦ લસણ ની કળી
  •   ૪ લીલા મરચા
  •   ૧ નાનો ટુકડો આદું
  •   ૩ ટમેટા
  •   ૪ ચમચી તેલ
  •   સુકા મસાલા માં લાલ મરચા નો પાઉડર , હળદર ,ધાણાજીરું ,મીઠું ,એક ચમચી ગરમ મસાલો

બનાવાની રીત:

  1.       પહેલા આપણે લસણ ,મરચા અને આદું ની પેસ્ટ બનાવીએ
  2.       ટમેટાને ધોઈને એનો પલ્પ તૈયાર કરીને બાજુ પર રાખીએ.
  3.       લીલા ચણાને અધકચરા પીસી લઈએ .
  4.       હવે એક લોયામાં તેલ ગરમ કરવા મુકીએ તમે રાઇ,જીરું મુકીએ  એકદમ ગરમ થઇ ગયા બાદ તેમાં લસણ,આદું અને મરચાની પેસ્ટ નાંખી સાંતળવા દઈએ .
  5.       ત્યારબાદ તેમાં ટમેટા નો પલ્પ નાંખી ૩ થી  ૪ મીનીટ રહેવા દઈએ       .
  6.       હવે તેમ બધાં સુકા મસાલા લાલ મરચા પાઉડર ,ધાણાજીરું ,હળદર, ગરમ મસાલો,સ્વાદ અનુસાર મીઠું      નાંખી   થોડીવાર રહેવા દ્યો .
  7.      છેલ્લે તેમાં અધકચરા લીલા ચણા નાંખી થોડીવાર ચઢવા દ્યો.જરૂર લાગે તો થોડું પાણી નાંખી શકાય.
  8. હવે આ શાક તૈયાર છે.આ શાક ગરમ રોટલા ,પરોઠા કે ભાખરી સાથે ખાવાની બહુ મજા આવે છે .
  9. આ શાક વધુ તેલમાં બનાવવામાં આવે તો સ્વાદમાં વધારે સારું લાગે છે .

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment