કોરોના ને લઈને રાહત ના સમાચાર,ઇઝરાઇલ બનાવી રહ્યો છે તેના માટે વેક્સીન જાણવા માટે ક્લિક કરો

મહામારી બની ગયેલ કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) નોવેલ કોરોના વાયરસને વૈસ્વીક મહામારી જાહેર કર્યો છે. આ રોગચાળાને લીધે ઘણા લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ઘણા લોકો આ વાયરસથી ઝઝૂમી રહ્યા છે. આ ડર વચ્ચે, કોરોના વાયરસ વિશે લોકોમાં એક સારા સમાચાર આવ્યા છે.

કોરોના વાયરસની ગભરાટ વચ્ચે એક દેશે દાવો કર્યો છે કે તેણે કોરોના વાયરસ જેવા જીવલેણ રોગની રસી વિકસાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં રસી નો માલ તમામ ચેપગ્રસ્ત દેશોમાં મોકલવામાં આવે તેવી સંભાવના છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાઇલની ઇન્સ્ટિટયુટ ઓફ બાયોલોજિકલ ના વૈજ્ઞાનિકો ઍ આ ખતરનાક રોગ માટે ઈલાજ ગોતી લીધો છે . સંસ્થાના વૈજ્ઞાનિકઓ ઍ દાવો કર્યો છે કે કોરોના વાયરસ (COVID-19) રસીઓ બનાવવામાં આવી છે અને તેમને ટૂંક સમયમાં સત્તાવાર માન્યતા મળશે.

ઇઝરાઇલના રક્ષા મંત્રી નેફ્તાલિ બેનીટ કહે છે કે કોરોના વાયરસ પર સંશોધન કરીને આપણા વૈજ્ઞાનિકઓ વાયરસનું સ્વરૂપ સમજી લીધું છે. તે જ સમયે, કોરોના વાયરસની જૈવિક પ્રણાલી વિશે નજીકથી અભ્યાસ કરીને, તેને ઓળખવામાં સફળતા મળી છે.

ઇઝરાઇલના રક્ષા મંત્રાલય ઍ તેના સ્થાનિક ન્યુઝ પેપર હાર્ટઝને જણાવ્યું હતું કે કોરોનો વાયરસથી બચવા માટે સમય લાગ્યો છે, પરંતુ તેનો ઉપાય ટૂંક સમયમાં સફળ થઈ શકે છે. તેમનું કહેવું છે કે સંસ્થામાં 50 થી વધુ અનુભવી વૈજ્ઞાનિકઓ આ વાયરસની રસી બનાવવાની કામગીરીમાં રોકાયેલા છે.

માહિતી અનુસાર, કોરોના વાયરસની રસી બનાવવા માટે, ઘણા પરીક્ષણો કરવા પડ્યા હતા. આમાં, નવી દવાઓનો ઉપયોગ પહેલા પ્રાણીઓ અને પછી માણસો પર કરવામાં આવ્યો છે. આ દરમિયાન, રસીના પ્રભાવ અને આડઅસરોની તપાસ માટે પણ અભ્યાસ કરવામાં આવી રહ્યા છે

ત્યારપછી , રસી ચિની દવા નિયમનકાર અને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA ) ને મોકલવામાં આવશે. ત્યારબાદ પછી આ રસી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની મંજૂરી માટે મોકલવામાં આવશે. આ પછી, રસી કોરોના અસરગ્રસ્ત દેશોમાં મોકલી શકાય છે.

મીડિયા ના કહેવા મુજબ 3 અઠવાડિયા પહેલા જાપાન, ઇટાલી અને અન્ય દેશોના કોરોના વાયરસના નમૂનાઓના 5 શિપમેન્ટ ઇઝરાઇલ મોકલ્યા હતા. તેને બાયોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં લાવવામાં આવ્યો હતો. અહીં,વૈજ્ઞાનિકઓ ઍ અભ્યાસ કર્યા પછી રસી તૈયાર કરી છે.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment