ભીંડાનું છાશ વાળું શાક અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે

સામગ્રી

  • ૨૫૦ ગ્રામ ભીંડા
  • અડધો કપ ગાંઠીયા
  • ૪-૫ કરી લસણ
  • એક ચમચી લાલ મરચું

ગ્રેવી માટે

  • ત્રણ ચમચી તેલ
  • ૫-૬ સુકી મેથીના દાણા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ૧/૪ ચમચી હિંગ
  • અડધી ચમચી જીરૂ
  • એક સમારેલી ડુંગળી
  • અડધી ચમચી લાલ કશ્મીરી મરચું
  • અડધી ચમચી હળદળ
  • અડધી ચમચી ધાણાજીરૂ પાઉડર
  • અડધી ચમચી મીઠું
  • એક કપ સહેજ ખાટી છાશ
  • અડધી ચમચી ગરમ મસાલો
  • અડધી ચમચી કસુરી મેથી
  • કોથમીર

બનાવવાની રીત

સૌ પ્રથમ ભીંડાને ધોઈ, કપડાથી શાફ કરી લેવા. ભીંડા નો આગળ નો અને પાછળ નો ભાગ કાપી વચ્ચે થી ૨-૩ ભીંડા નાં ટુકડાં કરી લેવા. તમે તમારી માપના ભીંડા નાં ટુકડાં કરી શકો છો. હવે ગ્રેવીમાં નાખવાનો મસાલો બનાવવા માટે એક મિક્સીંગ બાઉલ માં ગાઠીયા, લસણ અને લાલ મરચાં પાઉડર ને એડ કરી ગ્રાઇન્ડ કરી લો અને પાઉડર તૈયાર કરી લો.

હવે ફરીથી પેન મા ૩ ચમચી તેલ એડ કરી, તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હીંગ અને ડુંગળી નાખો. ૩-૪ મીનીટ સુધી સાંતળી લો. હવે તેમાં જે ગાંઠીયા, લસણ અને મરચાનો ભુક્કો બનાવ્યો છે તે એડ કરો. હવે બરાબર બધું મિક્સ કરી લો.

અહિયાં તમારી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં જે ભીંડા પ્લેટ માં રાખેલા છે તે ભીંડા એડ કરો.૨-૩ મીનીટ ભીંડા ને સારી રીતે ગ્રેવી મા હલાવી તેમાં ગરમ મસાલો અને કસુરી મેથી એડ કરો. હવે તેમાં કોથમીર એડ કરી દો.

તો અહિયાં તમારું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે આ શાક સાથે રોટલી કે પરાઠા ખાસો તો ખાવામાં વધુ મજા આવે છે. તો જો તમે ભીંડાનું શાક ખાઈને થાકી ગયા હોય તો આજેજ આ રીતે ભીંડા નું છાશ વાળું શાક ઘરે સરળ રીતે બનાવી એકવાર ટેસ્ટ કરી જુવો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment