ચટાકેદાર ભેળપૂરી બનાવવા માટેની રીત | bhelpuri | recipe in gujarati

દરરોજ નવી નવી વાનગી ખાવાનું મન થતું હોય તો આજે બનાવો ચટાકેદાર ભેળપૂરી એકવાર બનાવશો તો વારંવાર બનાવશો તો આવો આજે બનાવીએ ચટાકેદાર ભેળપૂરી

ચટાકેદાર ભેળપૂરી બનાવવા માટે જરૂરી સામગ્રી | bhelpuri | chatakedar bhelpuri | bhelpuri recipe

સામગ્રી :

  • ૧૦૦ ગ્રામ મમરા,
  • ૧૦૦ ગ્રામ પૌંઆ,
  • ૫૦ ગ્રામ સીંગદાણા,
  • ૫૦ ગ્રામ દાલિયા,
  • ૧૦૦ ગ્રામ ઝીણી સેવ.

પાપડી બનાવવાં માટેની સામગ્રી :

  1. ૧ કપ રવો,
  2. ૧ ચમચો મેંદો,
  3. અડધીચમચી મીઠું,
  4. ૧ ચમચો મોણ માટે રિફાઈન્ડ તેલ,
  5. ચપટી બેકિંગ પાઉડર,
  6. પાપડી તળવા માટે તેલ.

મસાલાની સામગ્રી :

૧ ચમચો રિફાઇન્ડ તેલ, ૧ ચમચો ચાટમસાલો, ૧ ચમચી રાઈ, ૮ થી ૧૦ મીઠા લીમડાનાં પાન, ૩ સૂકાં લાલ મરચાં, ચપટી હિંગ, અડધી ચમચી હળદર, મીઠું સ્વાદ મુજબ.

ચટાકેદાર ભેળપૂરી બનાવવાં માટેની રીત : પાપડીનો લોટ બાંધીને ૧૫ મિનિટ રાખી મૂકો. પછી તેની નાની નાની પાપડી વણી તળી લો. હવે આ જ તેલમાં સીંગદાણા પણ તળી લો. તેલમાં ચપટી હળદર નાખીને પૌંઆ પણ તળી લો.

હવે એક મોટી કડાઇમાં એક ચમચો રિફાઈન્ડ તેલ ગરમ

રાઈ અને હિંગ તતડાવી લીમડાનાં પાન અને સૂકાં લાલ મરચાં નાખો. પછી તેમાં હળદર અને મમરા નાખીને એક મિનિટ સુધી હલાવો જેથી હળદર મમરામાં મિક્સ થઈ જાય. તેમાં પૌંઆ, સીંગદાણા, ઝીણી સેવ અને દાળિયા મિક્સ કરી મીઠું અને ચાટ મસાલો નાખો. બધી વસ્તુઓ ઠંડી પડે એટલે તેમાં પાપડી મિક્સ કરીને એરટાઈટ ડબ્બામાં ભરી દો અને પ્રવાસમાં સાથે લઈ જાવ. આ તમે એમ ને એમ પણ ખાઈ શકો છો અથવા જો ઇચ્છા હોય તો સમારેલી ડુંગળી અને ચટણી મિક્સ કરીને ભેળપૂરી બનાવીને પણ ખાઈ શકો છો. ચટણી ઘણા દિવસ સારી રહે છે, તે સૂકી તથા ભીની બંને રીતે બનાવી શકાય છે.

સૂકી ચટણી : ૧ વાટકી દળેલી ખાંડમાં ૧/૨ વાટકી આમચૂર

પાઉડર મિક્સ કરો. પછી તેમાં ૧ ચમચી મરી પાઉડર ૧ ચમચી મરચું મિક્સ કરીને એક ડબ્બામાં ભરી દો. જ્યારે ઈચ્છા થાય ત્યારે આ સૂકી ચટણીને પાણીમાં ઘોળીને સૂકી ભેળમાં નાખી ભેળપૂરીનો આનંદ ઉઠાવો.

ભીની ચટણી માટેની સામગ્રી : ૧૦૦ ગ્રામ ઠળિયા વગરની ખજૂર, ૫૦ ગ્રામ આમલી, ૧૦૦ ગ્રામ ગોળ, ૧ ચમચી સંચળ, ૧ ચમચી સફેદ મરચું, અડધી ચમચી સૂંઠનો પાઉડર, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી મરચું,

ચટણી બનાવવા માટેની રીત : ખજૂર તથા આમલીને સાફ કરી બે ગ્લાસ પાણીમાં પાંચમિનિટ બાફો. મિશ્રણ ઠંડુ પડે એટલે હેન્ડ મિક્સરથી ક્રશ કરી ચાળણીમાં ગાળી લો, હવે ગોળમાં થોડું પાણી નાખી ઉકાળો, ગાળીને ખજૂર-આમલીના મિશ્રણમાં મિક્સ કરી દો. તેને ફરી ગેસ પર મૂકી બધા મસાલા નાખો અને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો, જે ગળપણ ઓછું લાગતું હોય તો થોડી ખાંડ નાખો. આ ચટણી એક બોટલમાં ભરીને પ્રવાસમાં સાથે લઈ જાવ અને જયારે પણ ભેળપૂરી ખાવાની ઈચ્છા થાય ત્યારે ચટણી નાખીને ખાવ,

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment