ખમણ તો બધા ને ભાવે પણ આજે બનાવો અમીરી ખમણ આ નવી રેસીપી જોવા ક્લિક કરો

સામગ્રી:

ખમણ ઢોકળા – 10 નંગ
ઝીણું સમારેલું લસણ – 2 ચમચી
ઝીણું સમારેલું લીલું મરચું – 1 ચમચી
તેલ – 1 ચમચી
હીંગ – વઘાર માટે
ખાંડનો ભુક્કો – 2 ચમચી
મીઠું – સ્વાદાનુસાર
દાડમના દાણા – જરૂર મુજબ
ઝીણા સમારેલા લીલા ધાણા- જરૂર મુજબ
રાઈ- વઘાર માટે
નાળિયેરનું ખમણ- 1 ચમચી

બનાવવાની રીત:

ઢોકળાનો ભુક્કો કરી એક બાઉલમાં રાખો. અન્ય એક પેનમાં તેલ ગરમ મુકી તેમાં રાઈ અને હીંગનો વઘાર કરી ગેસને ધીમો કરી અને સમારેલું લસણ, લીલા મરચાં ઉમેરો અને 2 મિનિટ સાંતળો. ત્યારપછી તેમાં ઢોકળાનો ભુક્કો અને ખાંડનો ભુક્કો ઉમેરો અને 1 મિનિટ સાંતળો. ત્યારપછી સર્વિંગ બાઉલમાં ખમણ કાઢી તેના પર દાડમ, કોથમીર અને નાળિયેરનું ખમણ ઉમેરી ગરમા ગરમ સર્વ કરો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment