ઉત્તપમ બનાવવા માટેની રેસીપી | ઉતપમ રેસીપી | utpam bnavvani rit

મિત્રો આજે આપણે શીખીશું ટેસ્ટી ઉતપમ બનાવવા માટેની રેસીપી આ રેસિપી બાળકોને ખૂબ પસંદ આવશે મારી ઘરે જરૂર આ ટેસ્ટી ઉતપમ બનાવજો રેસીપી પસંદ આવે તો મિત્રો સાથે જરૂર શેર કરજો

ટેસ્ટી ઉત્તપમ સામગ્રી :

  • ૩ વાટકી ચોખા,
  • ૧ વાટકી અડદની ફોતરાં વિનાની દાળ,
  • અડધો કપ સમારેલી ડુંગળી,
  • અડધા કપ સમારેલાં ટામેટાં,
  • પા કપ સમારેલી કોબીજ,
  • ૨ ચમચી કોથમીર,
  • ૧ ચમચી મીઠું,
  • જરૂર પૂરતું ઘી.

ઉત્તપમ બનાવવાની રીત :

ચોખા અને દાળને સવારે પલાળી દો. સાંજે બંનેને બારીક ક્રશ કરી મીઠું ભેળવી આખી રાત ઢાંકી રાખો. સવાર સુધીમાં તેને આથો આવી જશે. લોઢી ગરમ કરી તેના પર ઘી લગાવો. તે પછી આ મિશ્રણ લોઢી પર પાથરો. તેને વધારે પાતળું ન રાખવું. હવે તેના પર ડુંગળી, ટામેટાં અને કોબીજ પાથરો. તાપ ધીમો જ રાખવો. તેને ઢાંકણથી ઢાંકી દઇ પાંચ મિનિટ સુધી ચડવા દો. ટેસ્ટી ઉત્તપમા તૈયાર થાય એટલે કોપરાંની ચટણી સાથે પીરસો.

મિત્રો રેસીપી પસંદ આવી હોય તો નીચે આપેલ ⭐ ઉપર રેટિંગ જરૂર આપજો

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment