ઘરે જ બનાવેલી મલાઈથી બનાવો સ્વાદિષ્ટ ઘેવર, કેસર પિસ્તાથી ગાર્નિશ કરો અને માણો તેની મજા

સામગ્રી

2 કપ મેંદાનો લોટ,

1/4 કપ દૂધ,

4 કપ પાણી,

1 કપ દેશી ઘી,

કેસરના થોડા દોરા 10

પિસ્તા (ઝીણા સમારેલા)

ચાસણી માટે

1/2 કપ ખાંડ ,1 કપ પાણી ,1/4 ચમચી એલચી પાવડર

બનાવવાની રીત:

એક બાઉલમાં લોટ, ઘી અને દૂધ મિક્સ કરો, સારી રીતે મિક્સ કરો અને ઘટ્ટ પેસ્ટ બનાવવા માટે પાણી ઉમેરો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં તૈયાર કરેલું પેસ્ટનું બેટર થોડુ થોડુ ઉમેરો અને તેમાં નાના પરપોટા દેખાવા દો. 4 વાર આવુ કરો અને છરી અથવા ચમચીથી ઘીવરની વચ્ચે એક કાણું કરો.હવે ઘેવરને સોનેરી થાય ત્યાં સુધી તળો.તૈયાર ઘીવરને પ્લેટમાં કાઢીને વધારાનું ઘી કાઢી લો.આ માટે તેને ટીસ્યુ પેપરમાં રાખો. હવે બાકીની પેસ્ટમાંથી આ જ રીતે બાકીના ઘેવરને બનાવો.આ પછી એક તારની ચાસણી તૈયાર કરો અને તેમાં ઘેવરને 10 સેકન્ડ માટે પલાળી રાખો. ઘેવરને સર્વિંગ ડીશમાં કાઢીને તેના પર ક્રીમ રેડો. અને પિસ્તાથી સજાવી સર્વ કરો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment