1 વાટકી દૂધ, 3 ચમચી કોર્નફ્લોર, 1 ચમચી કોકો પાઉડર, 1 ચમચી ખાંડ ,3 ચમચી ડાર્ક ચોકલેટ ,3 ચમચી મલાઇ
બનાવવાની રીત
એક વાટકીમાં દૂધ થોડું અલગ લઈ તેમાં કોકો પાઉડર તથા કોર્નફ્લોર નાખી મિક્સ કરો .
બીજી તપેલી માં બાકી નું દૂધ લઈ તેમાં ખાંડ નાખી ગરમ કરો . એક ઉભરો આવે એટલે બનાવેલ કોકો નું મીશ્રણ નાખો .
મીક્ષ થાય એટલે ડાર્ક ચોકલેટ નાખો . ડાર્ક ચોક્લેટ ઓગળે એટલે મલાઈ નાખો . ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો .
ચમચાને કોટ થઈ જાવુ જોઇએ . નાના શોર્ટ્સ ગ્લાસ માં ભરો . વ્હાઈટ ચોક્લેટ , વર્મીસેલી થી ગાર્નિશ કરો . ફ્રીઝ માં 3-4 કલાક સેટ કરવા મુકો . સર્વ કરો .
Thank you for reading this post, don't forget to subscribe!